ઉદ્દિશા(ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ દ્વારા પૂર્ણ રોજગાર યોગ્યતા કૌશલ્યનો સર્વમય વિકાસ)

હેતુ:

 • રોજગારી અપાવી શકાય તે માટે વિદ્યાર્થીઓની વિગતો એકઠી કરવી.
 • તેમના રસ અને શક્તિઓને ‘એપ્ટીટ્યુડ ટેસ્ટ’ વડે ઓળખવી.
 • નોકરીદાતાઓ સાથે સંપર્કો વિકસાવવા.
 • કૉલેજ, જીલ્લા અને રાજ્યકક્ષાએ ભરતી મેળાનું આયોજન.
 • કોલેજોમાં પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓનું નિર્દેશન.
 • ‘સોફ્ટ સ્કીલ’ વિકસાવવાની તાલીમ.
 • કારકિર્દી સંબંધિત સલાહ-સુચન અને નોકરીની તક.

ઉદ્દેશ

 • ગુજરાત રાજ્યમાં ઉદ્યોગોની માંગ અનુસાર રોજગારીની વધુમાં વધુ તકો ઉભી કરવી.
 • પ્લેસમેન્ટ સેલ અને કમિટીની હાલની વ્યવસ્થામાં ઉદીશા ક્લબ દ્વારા સુધારા કરવા.
 • પ્લેસમેન્ટ માટે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં રચવામાં આવેલ સમિતિઓને વધારે સુદ્દઢ કરવી.
 • વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વ્યક્તિત્વ વિકાસ, કૌશલ્ય તાલીમ, લાઈફ સ્કીલ વગેરે પર ભાર મુકવો.
 • ઉદ્યોગ જગત માટે જરૂરી અને યોગ્ય કૌશલ્યોની તાલીમ આપવી.
 • ઉદ્યોગો ખાસ કરીને સ્થાનિક ઉદ્યોગો સાથે અસરકારક નેટવર્ક ઉભું કરવું.
 • ઉદીશાએ રોજગારી આપનારા અને રોજગાર શોધકો વચ્ચે સેતુરૂપે કાર્યરત કેસીજીનું એક પ્રકલ્પ.
 • ઉદ્યોગગૃહોની જરૂરિયાત અનુસાર સોફ્ટ સ્કીલ અને ડોમેઈન તાલીમ દ્વારા કોલેજોના વિદ્યાર્થીઓના કૌશલ્યમાં વધારો કરવામાં આવે છે.
 • વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે વ્યક્તિત્વ ઘડતરની તાલીમ આપવી અને ઔદ્યોગિક સંસ્થા જોડે અસરકારક માળખું તૈયાર કરવું.
 • વિદ્યાર્થીઓમાં રોજગાર ક્ષમતાનું નિર્માણ કરવા દરેક કોલેજોમાં ઉદીશા ક્લબ સ્થાપિત કરવામાં આવેલ છે.

કોલેજો દ્વારા ઉદીશા પ્લેસમેન્ટ સેલ હેઠળ થયેલ વિવિધ પ્રવૃત્તિઓ :

 • કોમ્યુનિકેશન સ્કીલ
 • જીપીએસસી વર્ગ I & II માટે ઓરિએન્ટેશન.
 • કેવી રીતે સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કરવી.
 • સિવિલ સર્વિસીઝ ઓરિએન્ટેશન પ્રોગ્રામ.
 • સોફ્ટ સ્કીલ ડેવલોપમેન્ટ
 • કેમ્પસ પ્લેસમેન્ટ.

ઉદીશા પ્લેસમેન્ટ વિગત વર્ષ ૨૦૧૬-૧૭:

ક્રમ વિગત કુલ
1 ઉદીશા તાલીમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૩૧૭૬
2 કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લેતી કંપનીઓની સંખ્યા ૯૦૮
3 કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૭૭૬
4 કેમ્પસ પ્લેસમેન્ટમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા ૩૨૩૭
5 કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લીધેલ કૉલેજની સંખ્યા ૭૭૪
6 કોલેજોની સંખ્યા જેણે પ્લેસમેન્ટ કર્યું નથી ૫૪૪
7 પ્લેસમેન્ટ યોજાયેલ કોલેજોની સંખ્યા ૨૩૦
પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 29-06-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC