સપ્તધારા

હેતુ

એક્ષ્ટેન્શન પ્રકલ્પ હેઠળ સપ્તધારા પ્રવૃત્તિ કાર્યરત છે. આ પ્રકલ્પનો હેતુ ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓનો સર્વાંગી વિકાસ કરવાનો, સર્જનાત્મકતામાં વધારો કરવાનો, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો અને વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત કળા, કૌશલ્યનો વિકાસ થાય તથા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટેનો છે.

સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત સાત ધારાઓનો સમાવેશ થાય છે.

  • જ્ઞાન ધારા(કાવ્ય પઠન, કાવ્ય લેખન અને સ્કીટ રાઈટીંગ)
  • સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા(વકતૃત્વ સ્પર્ધા, શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા)
  • રંગ કલાકૌશલ્ય ધારા(રંગોળી,મહેંદી,કૂકિંગ,ગારમેન્ટ ડિઝાઈનીંગ,ઝવેલેરી ડિઝાઈનીંગ,ઓન ધ સ્પોટ, પેઇન્ટિંગ, પોસ્ટર મેકિંગ, કારટુનીંગ, ક્લે મોડેલિંગ)
  • નાટ્ય ધારા(સ્કીટ,માઇ)
  • ગીત-સંગીત નૃત્ય ધારા(લોક નૃત્ય,શાસ્ત્રીય નૃત્ય,સુગમ સંગીત,શાસ્ત્રીય સંગીત,લોક
  • સંગીત,રોક બેન્ડ)
  • વ્યાયામ,યોગ,ખેલકૂદ ધારા(ઇનડોર & આઉટડોર ગેમ કોમ્પિટિશન,યોગ કોમ્પિટિશન, વિસરતી જાતિ રમતો જેમકે,લીંબુ – ચમચો, કોથળા દોડ)
  • સામુદાયિક સેવા ધારા(યોગા દિવસ,સ્વામી વિવેકાનંદ દિન ઉજવણી, મહિલા સશક્તિકરણ દિન ઉજવણી, ખાદી દિવસ ઉજવણી.સ્વચ્છતા પખવાડિયા દિવસ ઉજવણી.)

સપ્તધારા અંતર્ગત તમામ કોલેજોમાં યોજાયેલ પ્રવૃતિઓ

  • સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત યોજવામાં આવેલ જેમકે, નિબંધ સ્પર્ધા, લેખન કાર્ય, વકતૃત્વ સ્પર્ધા સર્જનાત્મક પ્રવૃતિઓ, વર્કશોપ વગેરે કાર્યક્રમો અમલમાં મુકીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સક્રિય બને તે અભિપ્રેત છે.
  • આ પ્રવૃતિઓનું જીલ્લા મુજબની કોલેજો, ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને પ્રવૃતિઓનો સમય નીચે મુજબના ટેબલમાં દર્શાવેલ છે.

ગુજરાત રાજ્યમાં થયેલ પ્રવૃતિઓ

ક્રમ સપ્તધારા અંતર્ગત આવેલી ધારાઓ કેટલી કોલેજોએ ભાગ લીધો છે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા થયેલ પ્રવૃતિઓ
(૧) ગીત સંગીત નૃત્ય ધારા ૧૫૩ ૫૦૨૩ ૭૯૨
(૨) નાટ્ય ધારા ૧૫૩ ૪૪૬૯ ૬૪૮
(૩) રંગ કલા - કૌશલ્ય ધારા ૧૫૩ ૪૪૬૯ ૬૪૮
(૪) સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા ૧૫૩ ૩૩૪૮ ૭૬૧
(૫) જ્ઞાન ધારા ૧૫૩ ૧૩૮૫૬ ૧૦૧૨
(૬) ખેલકૂદ, વ્યાયામ & યોગ ધારા ૧૫૩ ૧૫૧૮૪ ૨૩૦૮
(૭) સામુદાયિક સેવા ધારા ૧૫૩ ૧૭૭૩૦ ૨૮૬૨
 કુલ ૧૦૭૧ ૬૪૦૭૯ ૯૦૩૧
પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 29-06-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC