સંધાન

“જ્ઞાનનું જ્યાં આદાન પ્રદાન એજ સંધાન”

(બાયસેગ પરથી પ્રસારીત થતી વ્યાખ્યાન શૃંખલા)

  • સંધાન કાર્યક્રમની શરૂઆત વર્ષ -૨૦૦૯ દરમ્યાન કરવામાં આવેલ છે.
  • સંધાન કાર્યક્રમ કે.સી.જી. અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી હેઠળ કાર્ય કરે છે.
  • ગુજરાત રાજ્યના છેવાડાના ગામો સુધીની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને સેટેલાઇટનાં માધ્યમથી જોડતી કડી એટલે ‘સંધાન’.
  • સંધાન એક એવું માધ્યમ છે જે ઓડિયો-વિઝયુઅલ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની માહિતી પુરી પાડે છે.
  • ‘સંધાન’ કાર્યક્રમનું પ્રસારણ સેટેલાઇટના માધ્યમથી પ્રસારણ બાયસેગ દ્વારા કરવામાં આવે છે.
  • સંધાન કચેરી ખાતે જે વ્યાખ્યાન રેકોર્ડિગ કરવામાં આવે છે તેનું વંદે ગુજરાત ચેનલ નં. ૧૩ પર ૨૪ કલાક વ્યાખ્યાનોનું પ્રસારણ કરવામાં આવે છે.
  • સંધાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સુધી ઉચ્ચ શિક્ષણના વિષયને (કોમર્સ, આર્ટસ અને સાયન્સ) તેમજ GPSC, UPSC અને SCOPE જેવા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી તમામ માહિતી પુરી પાડવામાં આવે છે.
  • આમંત્રિત વિદ્વાનોના વ્યાખ્યાનો BISAG સ્ટુડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે જેનો લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોલેજોમાં બેસીને લાભ લઈ શકે છે.
  • અત્યાર સુધી ફક્ત જાણીતી ત્રણ થી ચાર યુનિવર્સિટીના વિષયોનો જ સમાવેશ કરવામાં આવતો હતો. જે ૨૦૧૭-૧૮ દરમિયાન વધારીને તમામ યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવતા તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવશે.
  • વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન સંધાનમાં કુલ ૨૯૫૦ વ્યાખ્યાનોનું પ્રસારણ કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૪૪ વ્યાખ્યાનનું રેકર્ડ કરવામાં આવેલ છે.

શૈક્ષણિકવર્ષ: ૨૦૧૬-૧૭

વ્યાખ્યાનોપ્રસારણસંખ્યા: ૨૯૫૦ (તા.૩૧/૦૫/૨૦૧૭ની સ્થિતિએ)

સ્પીકર્સ/ પ્રોફેસર્સ/ સંસાધનવ્યક્તિઓસંખ્યા: ૨૪૪ (તા.૧૫/૦૪/૨૦૧૭ની સ્થિતિએ)

લેકચર્સ લેકચર્સની કુલ સંખ્યા
એકાઉન્ટ્સ 08
B.O.M 24
Banking Botany CC 00 12 11
રસાયણ વિજ્ઞાન 06
કમ્પ્યુટર 05
Eco(Arts/Com.) 29
શિક્ષણ 04
અંગ્રેજી 34
ગુજરાતી 08
Hindi 14
History 00
Maths 04
Microbiology 28
Physics 02
Psychology 14
Samvad 00
Sanskrit 02
Sociology 21
Stat. 04
Taxation Zoology 05 09
કુલ 244
  • સંધાનમાં થયેલ પ્રસરણ દ્વારા ગુજરાત રાજયની ૧૧૫૦ કોલેજોના આશરે ૫,૦૦,૦૦૦ વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે.
  • ઓડિયો, વિડીયો, વિઝયુલાઈજેશન, મલ્ટી મીડીયા જેવી ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજયની દરેક કોલેજમાં વિદ્યાર્થીઓને વંદે ગુજરાત ચેનલ નં. ૧૩ દ્વારા લાભ આપી શકાય છે.
પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 29-06-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC