રીસર્ચ એન્ડ ઇનોવેશન(ઈનીશીએટીવ)

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવાના હેતુથી, ગુજરાત સરકારે ગુજરાત કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી) ની સ્થાપના કરી હતી. કેસીજીની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સંશોધન અને નવીનીકરણને વધુ મજબૂત બનાવી રહી છે અને સંશોધન પ્રવૃત્તિઓનું સર્જન કરે છે - સંશોધકો નવી ટેકનોલોજી અને વિવિધ શિક્ષણને લગતા સોફ્ટવેરથી માહિતી મેળવી શકે છે.

હેતુ:

રિસર્ચ વર્કશોપનો ઉદ્દેશ વિવિધ ફેકલ્ટી અને રિસર્ચ સ્કોલર્સને સંશોધન, રિસર્ચ પધ્ધતિ અને રિસર્ચ ડોક્યુમેન્ટસ તથા તાજેતરના પ્રવાહોથી વાકેફ કરવાનો છે

રીસર્ચ અને ઇનોવેશનની પ્રવૃત્તિઓ

  • ત્રણ દિવસીય લેખન સંશોધન તાલિમ કાર્યક્રમ
  • સાત દિવસીય એક સપ્તાહના ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમ.

સિદ્ધિઓ:

૧) ત્રણ દિવસીય લેખન સંશોધન તાલિમ કાર્યક્રમ.

આજ દિન સુધી શિક્ષકોના સંશોધન પરિણામ સુધારવાના ઉદ્દેશથી, વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી ૫૦૦૦ પ્રતિયોગીઓ આવરી લેતા ત્રણ દિવસના ૪૭ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં નિષ્ણાત વ્યક્તિઓની મદદથી ૪૦૦૦ જેટલા સંશોધન લેખ તૈયાર કરવામાં આવ્યા હતા.

૨) સાત દિવસીય એક સપ્તાહના ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમ.

સંશોધન પદ્ધતિની કુશળતા વધારવા માટે, વિવિધ વિષયોમાં ૮૯૬ પ્રતિયોગીઓને આવરી લેતા કુલ ૨૨ એક સપ્તાહના ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વ્યક્તિઓ/વિશેષજ્ઞોની મદદથી ૫૩૫ જેટલા સંશોધન લેખ તૈયાર કરવામાં આવ્યા હતા.

પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 29-06-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC