ઉદ્દેશ

 • શિક્ષણના તમામ હિસ્સેદારો અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાનની વ્યાપક વહેંચણી અને પ્રસાર માટે એક મજબૂત મંચ પૂરો પાડવો.
 • રાજ્યમાં ઉચ્ચ શિક્ષણના વ્યાપ અને સમાનતા વધારવા અને જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં ફેરફાર સાથે સુસંગત ઉચ્ચ શિક્ષણના વિવિધ કાર્યશેત્રમાં શૈક્ષણિક સુધારણાને સવલતો આપવા માટે પહેલો દાખલ કરવી.
  • અભ્યાસક્રમ સંબંધીત પાસાઓ.
  • પ્રશિક્ષણ દ્વારા શિક્ષકો અને આચાર્યોની ક્ષમતા નિર્માણ
  • નવીન અધ્યાપન, શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓથી સજ્જ શૈક્ષણિક ટેકનોલોજી રજૂઆત દ્વારા અધ્યાપન અને શિક્ષણ.
  • વ્યાપક અને સતત ક્રેડિટ અને ગ્રેડ આધારીત આકારણી દ્વારા સુધારણાઓનું મૂલ્યાંકન.
  • વિદ્યાર્થીઓની રોજગારમાં વધારો.
  • ઉચ્ચ શિક્ષણમાં જવાબદાર શાસન વિતરણ વ્યવસ્થા.
 • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જ્ઞાન આધારિત નેટવર્ક સાથે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને પુસ્તકાલયો જોડાવા.
 • રાજ્યમાં સંશોધન વિદ્વાનો અને ફેકલ્ટીઓ વચ્ચેના વ્યવહારોને સવલત આપવી અને ખાસ કરીને બિન-નિવાસી ભારતીયોની તેમના વિષય વિશેષતા ક્ષેત્રમાં કામ કરતી યુનિવર્સિટીઓ / વિભાગો / કોલેજોની મુલાકાત લઈ સંધાન પહેલ દ્વારા તેમના વ્યાખ્યાનની વ્યવસ્થા કરીવી.
 • રાજ્યના શ્રેષ્ઠતા કેન્દ્રોને દેશ અને વિદેશના તેના સમકક્ષો સાથેના સક્રિય સહયોગને સગવડો પૂરી પાડવી.
 • ભાષાકીય, જ્ઞાન અને ડિજિટલનાં સેતુ દ્વારા વધુ સારી રીતે જ્ઞાન વ્યવસ્થાપન માટે અંગ્રેજી અને કોમ્પ્યુટરથી સજ્જ અને સન્માનિત કુશળતા દ્વારા પ્રવર્તમાન શિક્ષકોની ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવું.
 • ભારતીય જ્ઞાન તંત્ર અને જ્ઞાન હસ્તપ્રતોની જાળવણી અને પ્રોત્સાહન આપવું અને રાષ્ટ્રીય/પ્રાદેશિક જ્ઞાનની પહેલો માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરવું.
 • અન્ય ભાષાઓમાં જ્ઞાનના વિનિયોગના સાધન તરીકે અનુવાદનો ઉપયોગ કરવો અને જ્ઞાન ગ્રંથોના અનુવાદ માટે હબ તરીકે કાર્ય કરવું અને હાલના અનુવાદો અને અનુવાદકોનો સંગ્રહ કરવો.
 • વિદ્યાર્થીઓ / સંશોધનકારો / શિક્ષકો અને તેમના પબ્લિકેશનનો ડેટાબેઝ તૈયાર કરવા અને કેસીજીના ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે સર્વે, સ્ટડીઝ અને પ્રોજેક્ટને સહાયતા કરવા માટે રિસોર્સ સેન્ટર તરીકે કાર્યરત રેહવું.
 • વ્યક્તિઓ / સંસ્થાઓ / એજન્સીઓના નેટવર્કીંગ દ્વારા ઇન્ટેલેક્ટચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ મુજબ જ્ઞાન, નવીનીકરણ અને પેટન્ટિંગના સર્જનમાં અને ઉત્તમ સંસોધનમાં પ્રોત્સાહન આપવું.
 • વૈશ્વિક સ્પર્ધાત્મક વિશ્વ અને જીવનના પડકારોનો સામનો કરવા માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવા અને સર્વગ્રાહી વિકાસ માટે સવલતો પૂરી પાડવા, સંકલિત શિક્ષણના મોડલ તૈયાર કરવા અને પ્રદાન કરવા.
પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 17-07-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC