નમો વાઇફાઇ

  • ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
  • ડિજિટલ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ફંડ (DEDF) દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન NAMO WIFI ફેસેલીટી માટે રૂ.૩૦ કરોડની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.
  • NAMO WiFi પ્રોજેક્ટમાં સરકારી ૧૦૭ કોલેજો અને ૦૩ યુનિવર્સીટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • NAMO WiFi પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ડિજિટલ ગેપ પૂરી પાડવાનો છે.
  • કોલેજો અને યુનિવર્સીટીઓમાં નમો વાઈફાઈનું ઇન્સ્ટોલેશન ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા થઇ રહ્યું છે.
  • NAMO WiFi ઇન્સ્ટોલ કરવાની કામગીરીને ૩ અલગ અલગ ફેઝમાં કરવામાં આવેલ છે.
    • ફેઝ ૧ માં ૨૭ કોલેજો ૦૨ યુનિવર્સીટી.
    • ફેઝ ૨ માં ૪૫ કોલેજો ૦૧ યુનિવર્સીટી.
    • ફેઝ ૩ માં ૩૫ કોલેજોનો સમાવેશ થાય છે.
  • NAMO WiFi પ્રોજેક્ટ અંતર્ગત આજદિન સુધી ૧૦૧ કોલેજો અને ૦૩ યુનિવર્સીટીમાં કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે.
  • અભ્યાસ અર્થે ૧,૫૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ NAMO WiFiનો ઉપયોગ કરી રહ્યા છે.
  • કેબલ ઈન્ટરનેટની સુવિધા માત્ર કમ્પ્યુટર્સ ચોક્કસ ભૌતિક સ્થાનો પર નિયંત્રિત કરે છે. જયારે WiFiનો એક્સેસ વિદ્યાર્થી ગમે તે સ્થળે કરી શકે છે. NAMO WiFiનો ઉપયોગ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કરી શકે અને ઈન્ટરનેટની સુવિધાથી વિદ્યા અભ્યાસની તમામ પ્રકારની માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત ઈન્ટરનેટની મદદથી તેઓ શિક્ષણને અનુરૂપ વિડિઓ જોઈ શકે છે અને વિવિધ પ્રકારની તમામ માહિતી પોતાના ટેબલેટ, મોબાઇલ અને લેપટોપમાં મેળવી શકે છે.
પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 29-06-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC