નમો ઇ-ટેબ્લેટ યોજના

યોજનાનો મુખ્ય ઉદ્દેશ

વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનો ઉચ્ચ અભ્યાસક્રમ માટે સારી રીતે ઉપયોગ કરી શકે અને તેમના શૈક્ષણિક હેતુઓને સિધ્ધ કરવા ટેબલેટનો ઉપયોગ કરી શકે.

પાત્રતાના ધોરણો

વિધાર્થીએ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-૧૨ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

ટોકન રકમ અને યોજનાનું બજેટ

આ યોજના માટે રૂ. ૨૦૦=૦૦(અંકે રૂપિયા બસો કરોડ) બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ યોજનાનો લાભ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ રૂ.૧૦૦૦=૦૦(અંકે રૂપિયા એક હજાર) જમા કરાવવાના રહેશે. ટેબ્લેટનો બજાર ભાવ રૂ.૮૦૦૦-૯૦૦૦ છે. આ ટેબ્લેટ ૨ કંપનીઓ પાસેથી ખરીદવામાં આવ્યા હતા એસર અને લીનોવો. લગભગ ૩,૦૦,૦૦૦ જેટલા વિધાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવેલ છે.

પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 29-06-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC