શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

યોજનાનો હેતુ

રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધાર્થીઓની કારકીર્દીના ઘડતર માટે આર્થિક સહાય કરવાનો છે.

પાત્રતાના ધોરણો

  • ધોરણ ૧૨ની પરીક્ષા ૬૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ સાથે પાસ હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ સુધીની હોવી જોઈએ.
  • ઉચ્ચ અભ્યાસ અર્થે શિડ્યુલ્ડ બેંક પાસેથી એજ્યુકેશન લોન તા.૦૪/૦૭/૨૦૧૭ પછી લીધેલ હોવી જોઈએ.
  • સરકારની અન્ય યોજનાઓનો લાભ લીધેલ ન હોવો જોઈએ.

સહાય ની રકમ

  • રૂ.૧૦ લાખ સુધીની લોન પરનું વ્યાજ સબસીડી તરીકે મળવાપાત્ર છે.
  • દર વર્ષે તા.૩૧મી માર્ચને અંતે લોન પરના વ્યાજની રકમ સીધી વિદ્યાર્થીઓમાં લોન ખાતામાં જમા કરવામાં આવશે.
  • વધુ માહિતી અને ઓનલાઇન અરજી માટે નીચેની વેબસાઈટ જોવી.

વધુ માહિતી અને ઓનલાઇન અરજી માટે નીચેની વેબસાઈટ જોવી.

પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 06-02-2019

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC