ગ્લોબલ કેરિયર એડમિશન કાઉન્સેલિંગ સેન્ટર(GCACC) / કાઉન્સિલ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એકેડેમિયા કોલાબોરેશન(CIAC)

પ્રસ્તાવના

કારકિર્દી ઘડતર માટે હાલમાં ઉપલબ્ધ વિવિધ તકો/ક્ષેત્રોમાંથી પોતાના રસ-રૂચિના વિષયો અનુસાર કોને મહત્વ આપવું અને કોને પ્રથમ પસંદગી આપવી તે અંગે વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવે છે. તેથી વિદ્યાર્થીઓને કારકિર્દી માટે અનુભવી શિક્ષણવિદો/નિષ્ણાંતો પાસેથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે માન.અગ્રસચિવશ્રી (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ)ની મળેલ મંજુરી અનુસાર કેસીજી ખાતે “ગ્લોબલ કેરિયર એન્ડ એડમિશન કાઉન્સીલ સેન્ટર”ની સ્થાપના કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા વિદેશમાં અભ્યાસ માટેની માહિતી આપવામાં આવશે. જેમાં વ્યક્તિગત રીતે તથા ગ્રુપમાં વિદ્યાર્થીઓને તેમના કેરિયર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ભારત અને વિદેશમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો તથા પરીક્ષાઓ અંગેની માહિતી આપવામાં આવશે.

આપણે શા માટે જી.સી.એ.સી.સી સેન્ટર ની જરૂર છે?

  • કોલેજો અને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે અસંખ્ય કારકિર્દી આધારિત અભ્યાસક્રમો ઓફર કરે છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓની પસંદગી અથવા જે અભ્યાસક્રમોમાં વધારે વિધાર્થીઓ હોય તેમાં કારકિર્દી પસંદ કરે છે.
  • વિદ્યાર્થીઓ મોટેભાગે મીડિયામાં આવતી વિવિધ સંસ્થાઓની જાહેરાતો દ્વારા પ્રભાવિત થાય છે અથવા તેમના માતાપિતા દ્વારા પસંદ કરેલી કારકિર્દીને સ્વીકારે છે.
  • જો વિદ્યાર્થીઓ એવી કારકિર્દી પસંદ કરે કે જેમાં એમની ક્ષમતા ઓછી હોય તો તે લાંબા ગાળે અસંતોષ ઊભો કરી શકે છે. તેથી એ મહત્વનું છે કે વિદ્યાર્થીઓ તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે યોગ્ય કારકિર્દી પસંદ કરવા માટે માર્ગદર્શન પ્રાપ્ત કરે.
  • “ગ્લોબલ કેરિયર એન્ડ એડમિશન કાઉન્સીલ સેન્ટર” દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મુજબ શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરી શકે.

ઉદ્દેશો:

  • વ્યક્તિગત અને ગ્રુપ કાઉન્સેલિંગ દ્વારા તમામ ક્ષેત્રો અને અભ્યાસક્રમો ની માહિતી પૂરી પાડવામાં આવશે.
  • ગુજરાતની કૉલેજો અને શાળાઓના તમામ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તેમજ રોજગારીની માહિતી પૂરી પાડવામાં આવશે.
  • તમામ સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓની માહિતી તથા પ્રવેશ પ્રક્રિયાનુ માર્ગદર્શન આપવામા આવશે.
  • યુવાનોની સફળ કારકિર્દી બનાવવા શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગની દ્રષ્ટિએ તકો વિશે યોગ્ય અને સચોટ નિર્ણયો લેવાનું માર્ગદર્શન આપવામા આવશે.

વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ જોવી.

  • http://kcg.gujarat.gov.in/GCACC/index.php

કાઉન્સિલ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એકેડેમિયા કોલાબોરેશન(CIAC)

પ્રસ્તાવના

ગુજરાત રાજયની યુનિવર્સિટીઓ તેમજ કોલેજ કક્ષાની ઉચ્ચ તથા ટેકનીકલ શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓ અને રાજયના ઉધોગો વચ્ચે ઈન્ડસ્ટ્રીઝ ઈન્સ્ટીટયુશન્સ લીંકેજની શરૂઆત કરી રાજયના વિકાસમાં ઉધોગોને પુરક સ્કીલ્ડ મેનપાવર પુરો પાડવા “કાઉન્સીલ ઓફ ઈન્ડસ્ટ્રીઝ એકેડેમીયા કોલાબરેશન”ની રચના કેસીજી ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

ધ્યેય

  • વિદ્યાર્થી કૌશલ્યો, જ્ઞાન અને ઔદ્યોગિક વૃદ્ધિ વિકસાવવા.
  • ઉદ્યોગ, શિક્ષણ અને સરકાર વચ્ચે લાંબા ગાળાની ભાગીદારી કરીને સુઘડ સંશોધન માળખું વિકસાવવું.

ઉદ્દેશ્ય

  • ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગી વાતાવરણ બનાવવું તેમજ ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચેની ભાગીદારી દ્વારા દેશના સ્પર્ધાત્મક કર્મચારીઓની નવીન ક્ષમતા વધારવા માટે ઉચ્ચ શિક્ષણના તમામ તબક્કે ઉદ્યોગસાહસિક, રોજગારની કુશળતા અને વિદ્યાર્થીઓની તકોને સુધારવી.

હેતુઓ

  • વિવિધ રાજમાર્ગો ઓળખવા કે જેના દ્વારા યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ ઉદ્યોગો, સ્થાનિક કંપનીઓ, વ્યવસાયો અને અન્ય મધ્યસ્થીઓ સાથે સંપર્ક કરી શકે છે.
  • ફેકલ્ટી અને વિદ્યાર્થીની ઉદ્યોગોમાં સક્રિય ભાગીદારી માટે વિવિધ માર્ગો રચવા તથા વાતવરણ ઉભું કરવું અને પ્રોત્સાહિત કરવા.
  • વિદ્યાર્થીની સુધારણા માટે “સ્ટૂડન્ટ સ્ટાર્ટઅપ & ઇનોવેશન પોલીસી” ને પ્રોત્સાહિત કરવી. તથા કુશળતા અને જ્ઞાન સુધારવા માટે વિશિષ્ટ કાર્યરત શિક્ષણ કાર્યક્રમો વિકસાવવો.

પ્રવુત્તિઓ

  • ઇન્ટર્નશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ
  • પ્લેસમેન્ટ
  • કેપેસીટી ડેવલોપમેન્ટ એન્ડ એક્ષચેન્જ
  • અભ્યાસક્રમ વિકાસ
  • કોર્પોરેટ ચેલેન્જ પ્રોગ્રામ( સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને રિસર્ચ)
  • મેન્ટરશીપ અને ગેસ્ટ લેક્ચર સિરીઝ

વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ જોવી.
https://kcg.gujarat.gov.in/CIAC_NEW/index.php

પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 22-10-2019

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC