- એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટીવ ઓડીટ-AAA
કૉલેજોમાં પ્રક્રિયાઓ અને સિસ્ટમો વિશે જાગરૂકતાને સરળ બનાવવાની ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારની એક અનન્ય પહેલ છે જે ઉચ્ચ શિક્ષણમાં લક્ષ્યાંકોની ગુણવત્તા વધારવા અને અનુભૂતિને સુનિશ્ચિત કરી શકે છે. એએએ એ સમુદાયના સંચાલિત, સતત, આંતરિક મૂલ્યાંકન અને સંસ્થાઓના માર્ગદર્શનમાં વ્યવસ્થિત પ્રયાસ છે. તે NAAC પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ સાથે સુમેળમાં કાર્ય કરે છે.
ફીનીશીંગ સ્કૂલ
ફીનીશીંગ સ્કુલ તાલીમનો હેતુ
ફીનીશીંગ સ્કુલ પ્રોજેક્ટનું અમલીકરણ વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન કરવામાં આવ્યું છે. ફીનીશીંગ સ્કુલ તાલીમનો ઉદ્ધેશ ફીનીશીંગ સ્કુલ તાલીમ દ્વારા સોફ્ટસ્કીલ તાલીમ આપી ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના નોકરી મેળવવાની ક્ષમતાના કૌશલ્યો વધારવાનો છે
કોલેજોમાં ફીનીશીંગ સ્કુલ કાર્યરત
- વર્ષ ૨૦૧૬-૧૭ કુલ ૪૦ સરકારી કોલેજો (૨૦ ઉચ્ચ અને ૨૦ ટેકનીકલ શિક્ષણ) માં ફીનીશીંગ સ્કુલ તાલીમ અપાઈ રહી છે.
- વર્ષ ૨૦૧૭-૧૮ માં નવી કુલ ૪૦ સરકારી કોલેજો (૨૦ ઉચ્ચ અને ૨૦ ટેકનીકલ શિક્ષણ) માં ફીનીશીંગ સ્કુલની તાલીમ આપવામાં આવશે.
ફીનીશીંગ સ્કુલ માટે ફાળવવામાં આવેલ અનુદાન
ફીનીશીંગ સ્કુલ અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણની કોલેજો માટે રૂ. ૨ કરોડ તથા વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણની કોલેજો માટે રૂ. ૨ કરોડનું અનુદાન ફાળવવામાં આવેલ છે.
- વર્ષ ૨૦૧૬-૨૦૧૭ દરમ્યાન તાલીમ પામેલ વિદ્યાર્થીઓ: ૨૩૧૧
- વર્ષ ૨૦૧૭-૨૦૧૮ દરમ્યાન તાલીમ મેળવતા વિદ્યાર્થીઓ: ૨૫૨૧
પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 29-06-2018









