ઈ –જર્નલ્સ

પરિચય

નોલેજ કોન્શોર્શિયમ ઓફ ગુજરાત દ્વારા રાજ્યની યુનિવર્સીટીઓના ભવનો તેમજ કોલેજોના પ્રતિભાશાળી શિક્ષણશાસ્ત્રીઓને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા સંશોધનમાં પ્રોત્સાહન આપવા,વર્ષ ૨૦૧૧-૧૨ થી ઈ-જર્નલની સ્થાપના કરવામાં આવી.આ માટે વિવિધ વિષયોમાં સંશોધન કરતા શિક્ષણશાસ્ત્રીઓ પાસે સંશોધન પેપર્સ ઇમેઇલ દ્વારા આમંત્રિત કરવામાં આવે છે.કેસીજી ઇ-જર્નલ વેબસાઇટ પર આજ સુધી વિવિધ વિષયોના ૧૧૫૦ કરતા વધુ સંશોધન લેખ પ્રકાશિત કરવામાં આવ્યા છે.સંપૂર્ણ પ્રક્રિયાના ભાગ રૂપેના નીચે મુજબ કુલ ૬ ઈ-જર્નલને દર્શાવતી નીચેની વેબસાઈટ શરૂ કરવામાં આવેલ છે.

ઈ-જર્નલના હેતુઓ:-

 • પહેલો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સંશોધન ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને વલણો સાથે સામનો કરવા માટે છે.
 • શિક્ષકોની બૌદ્ધિક ક્ષમતા , વિચાર અને લેખનમાં સંશોધનની સર્જનાત્મકતાનો વિકાસ કરવા માટે.
 • શિક્ષકોના પોતાના વિષયોમાં વિચારો રજુ કરી જીજ્ઞાસા અને પ્રોત્સાહન આપવા માટે.
 • સંશોધન પેપર્સને ગુણાત્મક અને વિસ્તૃત બનાવવા માટે.
ક્રમ જર્નલનુ નામ
જર્નલ ઓફ હ્યુમીનીટી :- ISSN:૨૨૭૯-૦૨૩૩
જર્નલ ઓફ કોમર્સ મેનેજમેન્ટ :- ISSN:૨૨૭૯-૦૨૫X
જર્નલ ઓફ સાયન્સ :- ISSN:૨૩૨૦-૦૦૦૬
જર્નલ ઓફ એજ્યુકેશન :- ISSN:૨૩૨૦-૦૦૧૪
જર્નલ ઓફ સોશિયલ સાયન્સ :- ISSN:૨૨૭૯-૦૨૪૧
જર્નલ ઓફ મલ્ટી-ડીસીપ્લીનરી :-ISSN:૨૨૭૯-૦૨૬૮

ઈ-જર્નલની કામગીરી

 • ઇન્વાઇટ પેપર:-
  ઈ-જર્નલની ૬ જર્નલ(વિષયો) માટે વિવિધ પ્રકારના ઈ-મેઈલ પર રીસર્ચ પેપર મંગાવવામાં આવે છે.
 • પ્લેગરીઝમ ટેસ્ટ :-
  ઈ-મેઈલ પર આવેલા દરેક પેપર પર પ્લેગરીઝમ સોફ્ટવેર દ્વારા પ્રાથમિક કક્ષાની તપાસ કરી ૭૦% સુધી મૌલિકતા હોય તેવા પેપર અલગ કરવામાં આવે છે. અને જે પેપર પર ૭૦% કરતા ઓછી મૌલિકતા જણાય એ પેપરનો સંપૂર્ણ એહવાલ લેખકને સુધારણા માટે મોકલાય છે.
 • નિષ્ણાતો દ્વારા તપાસ:-
  આથી પ્લેગરીઝમ સોફ્ટવેર દ્વારા અલગ મળી આવેલ પેપરને એક્સપર્ટ દ્વારા તપાસવામાં આવે છે.
 • સમીક્ષાઓ અને સૂચનો મોકલાવી :-
  એક્સપર્ટ દ્વારા તપાસ થયેલ દરેક પેપર પર દર્શાવેલ નોંધ રિપોર્ટ લેખકને ફેરફાર માટે ઈ-મેઈલ કરવામાં આવે છે.
 • ફેરફાર થયેલા પેપર મેળવવા :-
  લેખક દ્વારા ફેરફાર કરી ઈ-મેઈલ પર આવેલ પેપરની પેહલા મોકલેલ પેપર સાથે સરખામણી કરી તપાસ કરવામાં આવે છે.
 • કોડિંગ અને ડિઝાઇન :-
  ઈ-મેઈલ પર ફેરફાર થઇને આવેલા પેપર પર કોડિંગ અને ડિઝાઇન કરવામાં આવે છે.
 • સર્વર પર અપલોડ :-
  પૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ બધા પેપરને સર્વર પર અપલોડ કરવામાં આવે છે.

આપ વધારે વિગત માટે ઈ- જર્નલ પોર્ટલની મુલાકાત લઈ શકો છો - 
www.kcgjournal.org/kcg

પાછલા પૃષ્ઠ પર પાછા જાઓ | પૃષ્ઠ છેલ્લે અપડેટ કરેલ તારીખ: 29-06-2018

ઈનીશીએટીવ

GCACC

શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી

CIAC